Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી ગયાનો વીડિયો.
દાવો ખોટો છે. રિવર રાફ્ટિંગ દુર્ઘટનાનો વીડિયો ખરેખર બોસ્નિયાનો છે.
તાજેતરમાં જ વૅકેશનની સિઝન પૂરજોરમાં ચાલી રહી હતી. જેમાં સહેલાણીઓ પહાડી વિસ્તારોમાં રજાઓ માણવા જતા હોય છે. દેશમાં ઋષિકેશ યોગનગરીની સાથે સાથે પહાડી ટ્રૅકિંગ અને રિવર રાફ્ટિંગ માટે જાણીતું છે. અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ એડવેન્ચચર સ્પોર્ટ્સ માટે આવે છે. જેમાં બન્જિ જમ્પિંગ, રિવર રાફ્ટિંગ સહિતની ઍક્ટિવિટી કરવામાં આવે છે. ઘણી વખત તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં ઋષિકેશના નામે એક વીડિયો વાઇરલ થયો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, તે ઋષિકેશની રિવર રાફ્ટિંગની દુર્ઘટનાનો વીડિયો છે. તે ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ સમયે બોટ પલટી ગઈ હોવાનો વીડિયો છે.
યુઝર્સે વીડિયો ક્લિપને શેર કરીને કૅપ્શનમાં લખ્યું છે, “ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી ગયાનો વીડિયો.”
વીડિયોમાં એક રાફ્ટિંગ બોટ નદીના ધસમસતા પ્રવાહમાં જઈ રહી છે અને અચાનક એક પુલ પાસે આવીને પાણીના પ્રવાહ સાથે અથડાઈને પલટી જાય છે. જેથી તેમાં રહેલા મુસાફરો પણ નદીના વહેણમાં ફંગોળાઈ જાય છે. અને બોટ સાથે પુલ નીચે બીજી બાજુ તણાઈ જાય છે.
અત્રે નોંધવું કે ઋષિકેશમાં લાખો લોકો રિવર રાફ્ટિંગ માટે આવતા હોય છે. આથી, રાફ્ટિંગની દુર્ઘટનાના વીડિયોએ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા જગાવી છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ વીડિયો ખરેખર ઋષિકેશની ઘટનાનો નથી.
વાઇરલ વીડિયોની તપાસ માટે સૌપ્રથમ અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ થકી સ્કૅન કરી સર્ચ કર્યાં. જેમાં અમને યુટ્યુબ પર એક વીડિયો પ્રાપ્ત થયો. આ વીડિયો ફ્લિપ થયેલ ઍંગલનો છે. પરંતુ તેના દૃશ્યો અને વાઇરલ વીડિયોના દૃશ્યો સરખા જ છે. વીડિયોમાં જે ભૂરા રંગનો પુલ છે તે પણ સરખો જ છે.
વળી, ત્યાર બાદ તે વીડિયોને ગૂગલ લૅન્સની મદદથી તપાસતા અમને 30-મે 2025ના રોજ Srbija Danas નામની વેબસાઇટ પર એક અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવાયું છે કે, બોસ્નિયાની વરબાસ નદીમાં રાફ્ટિંગની દુર્ઘટના ઘટી હતી તેના તે દૃશ્યો છે. સદનસીબે તેમાં કોઈ જાનહાની નહોતી થઈ. આ અહેવાલમાં દર્શાવેલ દૃશ્યોની તસવીર અને વાઇરલ વીડિયોના દૃશ્યો પણ સરખા જ છે.
વળી, અમે વધુ તપાસમાં Nezavisne novine’sનો યુટ્યુબ વીડિયો અહેવાલ પણ મળ્યો. આ વીડિયો 29-મે 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે, બોસ્નિયાના બાંજા લુકા નગરમાં રાફ્ટિંગ બોટની દુર્ઘટના ઘટી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જે લોક બોટમાં હતા તેઓ બાદમાં બોટને ફરીથી પલટાવી શક્યા હતા.
તદુપરાંત, Nezavisne દ્વારા આર્ટિકલ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં જણાવાયું છે કે, બોટમાં પાંચ લોકો સવાર હતા. 29-મે 2025ના રોજ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત તમામ બાબતો દર્શાવે છે કે, ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ બોટ દુર્ઘટનાના નામે વાઇરલ થયેલ વીડિયો ખરેખર બોસ્નિયાનો છે.
Read Also: Fact Check – શું માર્ચ 2026 પછી 500 રૂપિયાની નોટ માન્ય રહેશે નહીં? શું છે સત્ય
અમારી તપાસમાં સ્પષ્ટ જાણવા મળે છે કે, ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ બોટ પલટી ગયાનો દાવો કરતો વીડિયો ખરેખર બોસ્નિયાનો છે. આથી તે ઋષિકેશની દુર્ઘટના હોવાનો દાવો ખોટો છે.
Sources
YouTube Video by VinandSori
News Report by Srbija Danas, dated, 30th May 2025
YouTube Video by Nezavisne novine, dated, 29th May 2025
News Report by Nezavisne, dated, 29th May 2025
Dipalkumar Shah
June 10, 2025
Dipalkumar Shah
May 21, 2025
Dipalkumar Shah
May 7, 2025