Fact Check
અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
અક્ષય કુમાર અને જય શાહ નો એક વિડિયો અને તસ્વીર શેર કરવામાં આવેલ છે, પોસ્ટ સાથે સ્ટેડિયમમાં તેઓ ભારતની હારની ઉજવણી કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 ફોર્મેટની પ્રથમ મેચ દુબઈમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ભારતનો દાયકાઓ જૂનો જાદુ તોડી નાખ્યો હતો. પાકિસ્તાને આ મેચ 10 વિકેટથી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ કપની વાત કરીએ તો ખબર છે કે T20 વર્લ્ડ કપની મેચમાં ભારત હંમેશા પાકિસ્તાન પર ભારે રહ્યું છે. ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાન સામે ભારતની શરમજનક હાર બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવાઓ સાથે ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. ક્યાંક પાકિસ્તાનની જીતની ખુશીમાં ભારતીયો ફટાકડા ફોડતા હોવાના વીડિયો સામે આવ્યા છે, તો ક્યાંક અન્ય દાવા કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને જય શાહ નો એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનની જીત બાદ બંનેએ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તેમજ ફેસબુક પર “ભારત ની હાર ની ખુશી મનાવતો એક સટ્ટોડીઓ” ટાઇટલ સાથે BCCI સેક્રેટરી જય શાહની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
જય શાહ અને અક્ષય કુમારે T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાદ ખુશી અને ચીયર અપ કરતી વાયરલ થયેલ તસ્વીર અને વિડિઓના કિફ્રેમને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન freepressjournal, cricketcountry અને india દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મેચ દરમ્યાન પાકિસ્તાની ખેલાડી શાહિન આફ્રિદી દ્વારા ઓવર થ્રો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભારતને ચાર રન મળ્યા હતા. આ સમયે જય શાહ અને અક્ષય કુમાર દ્વારા ચીયર અપ કરવામાં આવ્યું હતું.

ટ્વીટર અને યુટ્યુબ પર કેટલાક યુઝર્સ દ્વારા અક્ષય કુમાર અને જય શાહ ઓવર-થ્રો ના રન મળ્યા બાદ ભારતીય ટિમને ચીયર અપ કરી રહ્યા હોવાના ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલ T20 મેચની હાઈલાઈટ OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર જોવા મળે છે. જેમાં શાહીન આફ્રિદી દ્વારા કરવામાં આવેલ ઓવર થ્રો જોઈ શકાય છે. જે બાદ તમામ લોકો ભારતીય ટિમની ચીયર અપ કરી રહ્યા હતા.
Conclusion
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ દરમ્યાન પાકિસ્તાનની જીત બાદ BCCI સેક્રેટરી જય શાહ અને એક્ટર અક્ષય કુમાર બન્ને ખુશી મનાવી રહ્યા હોવાના ભ્રામક ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. મેચ દરમ્યાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ઓવર-થ્રો ના કારણે જય શાહ અને અક્ષય કુમાર ચીયર અપ કરી રહ્યા હતા. જે તસ્વીરને સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે કટાક્ષ અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
freepressjournal,
cricketcountry
india
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044